Jevo Gano Tevo Lyrics
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો

તારા વિના આ જગતમાં મારું નથી કોઈ બહુચરા,
ડૂબતો બચાવવા બાળને કુકડે ચડીને આવજો.

અજ્ઞાનની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા
બગડ્યો જનમ મારો સુધારી સદબુદ્ધિ આપજો
પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડીને આવજો(૨)
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો.

ભક્તિમા તારી ભાવથી જન્મો જનમથી હું કરું,
કરુણા કરી ઓ બહુચરા દિલમાં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડીને આવજો(૨)
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો.

જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે,
તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો.
સંસારમાં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડીને આવજો(૨)
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો.

ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં
જગની જનેતા જગતજનની અંતરે આવજો,
ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો
ડૂબતો બચાવવા બાળને કૂકડે ચડીને આવજો
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો.
ડૂબતો બચાવવા બાળને કૂકડે ચડીને આવજો(૨)
મને પાપના પંથે જતા અધ'વચથી પાછો વાળજો